પીએમ મોદીએ કહ્યું હતું કે, શું હું ઉમેદવારીપત્ર ભરવા જઉં? તેના જવાબમાં રેલીમાં હાજર લોકોએ તેમનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વારાણસીની રેલીમાં કહ્યું હતું કે, તો હવે હું સમજું કે આ ચૂંટણીની જવાબદારી તમે લોકોએ લઈ લીધી છે. હવે હું તમને જીત્યા બાદ જ મળવા આવીશ.
પીએમ મોદીએ અંતમાં કહ્યું હતું કે, મારું કર્તવ્ય બને છે કે તમારી પાસે બીજા પાંચ વર્ષ માંગું તે પહેલા 5 વર્ષનો હિસાબ આપું. લોકો 70 વર્ષનો હિસાબ નથી આપી રહ્યા એ તેમની મરજી. મારું જીવન એવું છે કે શરીરનાં કણ-કણ, સમયની પળે-પળ તેનો પાઈ-પાઈનો હિસાબ તમારી સામે રાખું છું.