ચૂંટણીપંચે એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકો માટે તેમના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. કર્ણાટકના 1996ની બેચના આઈએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબઝર્વર તરીકે નિયુક્ત હતા. ત્યારે તેમણે પીએમ મોદીના કાફલાની તપાસ કરી હતી. આ મામલે પીએમઓએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. જેના બાદ ચૂંટણીપંચે નિર્દેશોના ઉલ્લંઘનના આરોપમાં મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ મોહસિનના સસ્પેન્ડ મામલે વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કૉંગ્રેસે કહ્યું હતું કે તે અધિકારી પોતાની ડ્યૂટી કરી રહ્યાં હતા. તેને શા માટે હટાવી દીધાં. પીએમ મોદી પોતાના હેલિકોપ્ટરમાં શું લઈને જઈ રહ્યાં હતા જે દેશથી છુપાવા માંગતા હતા.