નવી દિલ્હી: હાલમાં જ કૉંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિન્હાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી હોય તો અખિલેશ અને માયાવતી જેવા હોય, જેમની અંદર કાબિલિયત અને ગુણ છે. કામ કરવાની તત્પરતા છે. તેમણે કહ્યું અખિલેશ યાદવમાં ખૂબ ક્ષમતા છે.


શત્રુધ્ન સિન્હાએ અખિલેશના વખાણ કરતા કહ્યું, તેઓ યુવા શક્તિનું પ્રતીક છે. તેમણે ધણું સારૂ કામ કર્યું છે. હું તેમણે માત્ર ઉત્તરપ્રદેશનું ભવિષ્ય નહી પરંતુ ક્યારેક-ક્યારેક તો દેશના ભવિષ્યના રૂપમાં જોવ છું. પ્રધાનમંત્રીના ઉમેદવારના રૂપમાં પણ જોવ છું.

ઉલ્લેખનીય છે કે આજે શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લખનઉથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. શત્રુધ્ન સિન્હાને કૉંગ્રેસે બિહારની પટના સાહિબ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. અહીં એનડીએ તરફથી ભાજપના રવિશંકર પ્રસાદ મેદાનમાં છે. પટના સાહિબ બેઠક પર 19 મેના મતદાન થશે અને 23 મેના પરિણામ આવશે.

પશ્વિમ બંગાળના કોગ્રેસ વડાએ કહ્યું- કેન્દ્રમાં સરકાર બનાવવા માટે મમતાનું સમર્થન નહી લઇએ