નવી દિલ્હીઃ ઇગ્લેન્ડમાં આગામી મહિનાથી શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. રીઝા હૈડ્રિક્સને વર્લ્ડકપની ટીમમા સ્થાન આપવામાં આવ્યું નથી. દક્ષિણ આફ્રિકાના પસંદગીકારોએ હાશિમ અમલા પર એકવાર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની વર્લ્ડકપ ટીમમાં હાશિમ અમલાને સામેલ કરવાને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ પસંદગીકારોએ અમલાને ટીમમાં સામેલ કરીને તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે.
દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમને સંતુલિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. પસંદગીકર્તાઓએ ડેલ સ્ટેઇન, ઇમરાન તાહિર અને હાશિમ અમલા જેવા અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બેટિંગમાં એડન માર્કરમ, હાશિમ અમલા, ડુ પ્લેસિસ, ક્વિંટન ડિ કોક, રૈસી વૈન ડર ડ્યૂસેન, ડેવિડ મિલર, જેપી ડ્યુમિની ટીમને મજબૂતી આપશે.
જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં ઇમરાન તાહિરનો સાથ તબરેઝ શમ્સી આપશે. ઝડપી બોલિંગમાં ડેલ સ્ટેઇન, કગીસો રબાડા, લુંગી એનગિડી, એનરિક નોર્ત્જે સામેલ છે. ડ્વેન પ્રીટોરિયસ અને એન્ડિલે ફેલુકવાયો ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે
WC 2019: ડુ પ્લેસિસના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ જાહેર કરી ટીમ, અમલાનો કરાયો સમાવેશ
abpasmita.in
Updated at:
18 Apr 2019 06:52 PM (IST)
દક્ષિણ આફ્રિકાના પસંદગીકારોએ હાશિમ અમલા પર એકવાર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની વર્લ્ડકપ ટીમમાં હાશિમ અમલાને સામેલ કરવાને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -