રાયબરેલીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજકાલ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ધૂઆંધાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન તે ગામો સુધી પહોંચીને સામાન્ય લોકો અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી રહી છે. આ સિલસિલામાં આજે તે સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીના સૂચી ચોકથી પસાર થઇ રહી હતી.


પ્રિયંકાએ આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓને રસ્તાં પર ચા પીતા જોયા, ત્યારબાદ પ્રિયંકા ગાંધી પોતાની ગાડીમાંથી ઉતરીને તે લોકો પાસે પહોંચી અને તેમને રસ્તાંઓ પર ચા પીવાના બદલે ગામડાઓમાં જઇને ચૂંટણી પ્રચાર કરવાનું કહ્યું હતું.



પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે, "અહીં રસ્તાં પર ઉભા છો, અહીં ગાડી ઉભી છે, ગામડાઓમાં નથી જતાં પ્રચાર કરવા. ચા પી રહ્યાં છો, ગામડાઓમાં જાઓ ભાઇ પ્રચાર કરવા માટે."

જોકે, પૂર્વીય ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીની વાત સાંભળીને તરતજ કાર્યકર્તાઓ ગામડા તરફ ચૂંટણી પ્રચાર માટે વળી ગયા હતા. પ્રિયંકા પણ પોતાની ગાડીમાં બેસીને આગળના રૂટમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળી ગઇ હતી.