આટલા સમય સુધી અસંખ્ય વાર ધાક ધમકીઓ મળતી હતી. પરંતુ અમે તેમાં અડગ રહ્યાં હતાં. પીડિતાએ જણાવ્યું હતું કે, જોધપુરની ફરિયાદ બાદ હિંમત ખુલી ગઈ હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. આશ્રમમાં અનેક સાધિકાઓ બાપ દીકરાની ભોગ બની ચુકી છે.
બાપ દીકરો નાની મોટી સાધિકાઓ એવું કશું જ જોતાં નહોતાં. તેને જ ગમી જાય તેમની સાથે તેઓ બદકામ કરતાં હતાં. બદકામ કરતાં અગાઉ તેની એક ટીમ જ બ્રેઈનવોશ કરી દેતી હતી. હજુ પણ એવી ઘણી સાધિકાઓ છે જે બહાર નથી આવી. ઘણી સાધિકાઓનું તેમણે શોષણ પણ કર્યું છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, સીધી લાલચ આપવામાં આવી નહોતી. પરંતુ વાયા વાયા અમારો સંપર્ક કરવામાં આવતો હતો. કેસ પાછો ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવાર અમારી સાથે હોવાથી અમે લડવાનું નક્કી કર્યું હતું.