નવી દિલ્હીઃઅયોધ્યાના આદિલપુરમાં રેલીને સંબોધિત કરતા કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બીજેપીની સરકાર અસત્ય અને પ્રચાર પર ટકેલી છે. પ્રજાની તકલીફ સાંભળનાર કોઇ નથી. દેશનો યુવા બેરોજગાર છે. આજે મનરેગા ખેડૂતોને છ-છ મહિના સુધીના પૈસા મળી રહ્યા નથી. આ જાણી જોઇને કરવામાં આવ્યું રહ્યું છે કારણ કે મનરેગાને બંધ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ રાજમાં લોકોની અવાજોને દબાવવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વારાણસીમાં મે પૂછ્યું કે વિકાસ થયો છે ત્યારે એરપોર્ટ સુધીનો 15 કિલોમીટર સુધીનો રસ્તો બતાવવામાં આવ્યો. આ રસ્તો કોગ્રેસ સરકારમાં પાસ થયો હતો અને તે પણ 150 કિલોમીટર સુધીનો. બીજી વાત જાણવા મળી કે એક પુલ બનાવાયો છે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ પુલ 75 વર્ષ જૂનો છે, ફક્ત ચીનની લાઇટ લગાવીને દૂરથી ફોટો લઇને નવો બતાવવામાં આવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે, કોગ્રેસે ન્યાય યોજનાનું વચન આપ્યું તો ભાજપ વાળા તેને ચૂંટણી વચન કહી રહ્યા છે. અમે જુમલાબાજી નથી કરતા. અમે મનરેગા આપી પણ આ લોકો તેને બંધ કરવા માંગે છે. બે કરોડને રોજગાર અને 15 લાખ રૂપિયા જૂમલા હતા.