Punjab Elections 2022: પંજાબમાં કોંગ્રેસ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભાઈ મનોહર સિંહ ચન્નીએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ચન્ની ભાઈનું નામ નથી. આ પછી જ તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.


મનોહર સિંહ ચન્નીએ એબીપી માજાને જણાવ્યું કે તેઓ બસ્સી પઠાણા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે પાર્ટીના વડાએ તેમને ટિકિટ ન મળવા દીધી. મુખ્યમંત્રીના ભાઈએ પણ કેબિનેટ મંત્રી ગુરકીરત કોટલી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ચન્ની ભાઈઓ તેમના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે.


ચન્નીના પિતભાઈ જોડાયા છે ભાજપમાં


આ પહેલા 11 જાન્યુઆરીએ ચરણજીત સિંહ ચન્નીના પિતરાઈ ભાઈ જસવિંદર સિંહ ધાલીવાલ ભાજપમાં જોડાયા હતા. તેઓ પંજાબ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.


સીએમ ચન્ની ક્યાંથી લડશે ચૂંટણી


પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી કોંગ્રેસે ગઈકાલે તેના 86 ઉમેદવારોની જાહેરાત કરી હતી. મોટી વાત એ છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે. જ્યારે જાણીતા અભિનેતા સોનુ સુદની બહેન માલવિકા મોગાથી ચૂંટણી લડશે.


પંજાબમાં ક્યારે મતદાન


પંજાબમાં 14 ફેબ્રુઆરી મતદાન થશે અને 10 માર્ચે મતગણતરી થશે. પંજાબમાં હાલ કોંગ્રેસ પાસે 77, આમ આદમી પાર્ટી પાસે 20, અકાલી દળ પાસે 15 અને ભાજપા પાસે 3 બેઠકો છે. રાજ્યમાં કેટલીક બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે.


આ પણ વાંચોઃ PM Kisan Samman Nidhi Yojana: શું પતિ-પત્ની બંનેને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો શું કહે છે નિયમ


કોરોના રસીકરણનું એક વર્ષ પૂરું થતાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ શું કહ્યું ?


કોરોનાનો રાફડો ફાટતાં આ મોટા રાજ્યમાં શાળાઓ બંધ કરવાનો અપાયો આદેશ, પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી


Amazon Republic Day 2022 Sale: માત્ર 1 રૂપિયામાં પ્રી બુક કરો પોતાની પસંદગીનું ગેજેટ, જાણો અમેઝોન રિપબ્લિક ડે સેલની આ સ્કીમ