Punjab Elections 2022: પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે 86 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ એસીથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડશે.


સોનુ સૂદની બહેન ક્યાંથી ચૂંટણી લડશે


સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગાથી ચૂંટણી લડશે. પ્રતાપ સિંહ બાજવા કડિયાનથી અને ગાયક સિદ્ધુ મુસેવાલા માનસાથી ચૂંટણી લડશે. સુજાનપુરથી નરેશ પુરીને, અમિત વિજને પઠાણકોટથી, બરિન્દરજીત સિંહ પાહરાને ગુરદાસપુરથી મેદાનમાં ઉતાર્યા છે. અરુણા ચૌધરી દીના નગરથી ચૂંટણી લડશે.






પંજાબમાં ક્યારે વોટિંગ


પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 10 માર્ચે પરિણામ જાહેર થશે.


પંજાબમાં 117 સીટઃ  જાણો હાલ કોની પાસે કેટલી છે સીટ


કોંગ્રેસ - 77


આમ આદમી પાર્ટી - 20


અકાલી દળ - 15


ભાજપા - 3





આ પણ વાંચોઃ Punjab Elections 2022: પંજાબ કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ, જાણો સીએમ ચરણજીત ચન્ની અને નવજોત સિદ્ધુ ક્યાંથી લડશે ચૂંટણી ?


UP Elections 2022: UP ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી ?


Army Day 2022: જેસલમેરમાં આર્મી દિવસ પર લહેરાવવામાં આવ્યો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો ખાદીનો બનેલો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ


દેશની આ જાણીતી સંસ્થાએ બનાવી બટાકામાંથી જલેબી, આઠ મહિના સુધી નહીં થાય ખરાબ