ધ હિન્દુમાં આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ''હું તમને સસ્પેન્સ જ રાખવા માગુ છુ, હંમેશા સસ્પેન્સ ખોટુ નથી હોતુ.'' રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, હું ના કન્ફોર્મ કરી રહ્યો છું ના ઇનકાર કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીને જ્યારે પુછવામાં આવ્યુ કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે, તો આના જવાબમાં રાહુલે આ પ્રકારનું રિએક્શન આપ્યુ હતુ.
નોંધનીય છે કે, પીએમ વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે. 2014માં પીએમ વારાણસી અને વડોદરા બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, બાદમાં વડોદરા બેઠક છોડીને વારાણસી કન્ટીન્યૂ રાખી હતી.