પુણેઃ લોકસભા ચૂંટણીને સિઝન પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે, નેતાઓ પોતાના અવનવા વાયદાઓ લોકો સામે મુકી રહ્યાં છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા 72 હજાર રૂપિયા આપવાના વાયદાને એક વિદ્યાર્થીએ સવાલ કર્યો હતો.

શુક્રવારે મહારાષ્ટ્રના પુણેમાં વિદ્યાર્થીઓ સાથેના સીધા સંવાદમાં રાહુલ ગાંધીને એક વિદ્યાર્થીએ સવાલ પુછ્યો હતો, ન્યાય યોજનાનું ફંડ ક્યાંથી લાવશો. વિદ્યાર્થીએ પુછ્યુ હતુ કે, તમે 20 ટકા ગરીબોને 72 હજાર રૂપિયા વાર્ષિક આપવાનો વાયદો કર્યો છે, તેના માટે પૈસા ક્યાંથી લાવશો.

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીનો જવાબ આપ્યો કે, અમે નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, અનિલ અંબાણી પાસેથી પૈસા લાવીશુ, કોઇ મિડલ ક્લાસ માટે ટેક્સ નહીં વધારીએ.


રાહુલે કહ્યું કે અમે આખો હિસાબ કરી લીધો છે, પૈસા ક્યાંથી આવવાના છે અને કઇ રીતે વહેંચવાના છે. પહેલા પાયલટ પ્રૉજેક્ટ થશે અને પછી ત્યારબાદ આખા દેશમાં લાગુ કરવામાં આવશે.