મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમની સામે કૉંગ્રેસે જસવંત સિંહના મોટા પૂત્ર માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યો છે. બાડમેરના શિવ ક્ષેત્રથી ધારાસભ્ય માનવેન્દ્રએ સપ્ટેમ્બરમાં ભાજપ છોડ્યા બાદ કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે.
ચૂંટણીને લઈને 7,791 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ ચિન્હિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર કેન્દ્રીય પોલીસ દળને તૈનાત કરી દીધી છે. રાજસ્થાન પોલીસે નિષ્પક્ષ અને શાન્તિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વ્યાપક સુરક્ષા ગોઠવી દીધી છે.
રાજસ્થાનમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો છે. લગભગ 130 બેઠકો પર આ બન્ને પાર્ટીઓના ઉમેદવારોમાં સીધી ટક્કર છે. જ્યારે 50 બેઠકો પર મુકાબલો ત્રિકોણીય માનવામાં આવી રહ્યો છે.
તેલંગણમાં પણ આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ તૈયારીઓ થઈ ચુકી છે. અહીં 119 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. જ્યારે નક્સલ પ્રભાવિત 13 વિધાનસભા વિસ્તારમાં સાંજે 4 વાગ્યે સુધીજ મતદાન થશે.