કોલકત્તા હાઇકોર્ટમાં ગુરુવારે રાજ્યના એટોર્ની જનરલ કિશોર દત્તાએ આ જાણકારી આપતા કહ્યું કે ભાજપની રથયાત્રા
રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરી શકે. નોંધનીય છે કે, બુધવારે ભાજપ આ મામલે હાઈકોર્ટ પહોંચ્યું હતું. જ્યારે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસે રેલીની પરવાનગી આપી નથી.
કોર્ટમાં કિશોર દત્તાએ કહ્યું કે કૂચબિહારના પોલીસ અધીક્ષકે શુક્રવારે ભાજપ અધ્યક્ષની પ્રસ્તાવીત રથ યાત્રાની અનુમતિ આપવાનો ઇન્કાર કર્યો છે. આ મુદ્દે ન્યાયાધીશે પૂછ્યું કે જો કોઈ અપ્રિય. ઘટના બનશે તો કોણ જવાબદારી લેશે? ભાજપના વકીલે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજ્યમાં ભાજપ ‘લોકતંત્ર બચાવો’ રેલીનું આયોજન કરી રહી છે. આ સાથે 9 અને 14 ડિસેમ્બરે અલગ અલગ સ્થળેથી બે રેલી કાઢવાનું આયોજન છે.