જયપુરઃ રાજસ્થાનની 25 સીટો પર સતત બીજી વખત સૂપડા સાફ થયા બાદ કોંગ્રેસમાં હારને લઇ મચેલું ધમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનની સમીક્ષા બેઠકમાં સામેલ થવાથી ઈન્કાર કરી દીધો છે. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે સીડબલ્યુસીની બેઠકની વાતો મીડિયામાં આવવા પર નારાજગી વ્યક્ત કરી હતી.


આ પછી રાજસ્થાનના પ્રસ્તાવિત સમીક્ષા બેઠકમાં રાહુલ ગાંધીએ સામેલ થવાનો ઇન્કાર કરી દીધો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર યોજાનારી બેઠકમાં અશોક ગેહલોત, પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે, પીસીસી ચીફ સચિન પાયલટ, વરિષ્ઠ નેતા એકે એન્ટનીના નેતૃત્વમાં બનેલી કમિટિ સાથે હારના કારણોની સમીક્ષા કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચ મહિના પહેલા રાજ્યમાં કોંગ્રેસ સરકાર બની અને લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત તમામ 25 સીટ પર કેમ સૂપડા સાઇ થઈ ગયા તે વાત પાર્ટીના વરિષ્ઠ નેતાઓના ગળે ઉતરતી નથી. બેઠકમાં દરેક સીટની હાર પર મંથન થશે. એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવામાં આવશે, જેમાં રાજસ્થાનમાં હારના કારણોને લઇ પાર્ટી નેતાઓના ફીડબેક બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પગલાં ભરશે. રિપોર્ટ બાદ પાર્ટીમાં પરિવર્તન પણ જોવા મળી શકે છે.

અરશદ વારસીએ જાણીતા ક્રિકેટરના નિધનની બોગસ ખબર કરી શેર, લોકોએ કર્યો ટ્રોલ, જાણો વિગત