બેંગ્લુંરુઃ લોકસભા ચૂંટણીમાં નેતાઓની જીભ લપસી રહી છે. વધુ એક વિવાદિત નિવેદન કર્ણાટક બીજેપી નેતાના મોંમાંથી નીકળ્યુ છે. કર્ણાટકના પૂર્વ બીજેપી ધારાસભ્ય રાજૂ કાગેએ કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ પ્રમુખ કુમારસ્વામીને કાળી ભેંસ સાથે સરખાવ્યા છે. તેમને કુમારસ્વામીને કહ્યું કે, તે 100 વાર નહાશે તો પણ ધોળા નહીં થાય, કાળા ભેંસ જેવા જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીએ કહ્યું હતુ કે પીએમ મોદી પોતાના ચહેરો ચમકાવવા માટે મેકઅપ કરાવે છે, અમે માત્ર એકવાર સવારે જ નહાઇએ છીએ અને બીજા દિવસે સવારે ચહેરો ધોઇએ છીએ.



કર્ણાટકના કાગવાડથી બીજેપી ધારાસભ્ય રહી ચૂકેલા ભરમગૌડા ઉર્ફ રાજૂ કાગેએ આના પર કાઉન્ટર એટેક કર્યો હતો, કહ્યું કે, કુમારસ્વામી 100 વાર નહાશે તો પણ કાળા ભેંસ જેવા જ રહેશે. કાગેના આ નિવેદનને લઇને હવે રાજકીય ગરમી વધી ગઇ છે, તેમની આ ટિપ્પણીને નસ્લીય ટિપ્પણી માનવામાં આવી રહી છે.



નોંધનીય છે કે, કુમારસ્વામીએ કહ્યું હતું કે, પીએમ મોદી દરરોજ સવારે ઉઠીને મેકઅપ કરાવે છે, પછી મીડિયાના કેમેરા સામે આવી જાય છે. એટલે મીડિયા તેમના ચહેરાને વધારે બતાવે છે. જોકે, અમારો ચહેરો સારો નથી એટલે આમ નથી થતુ.