આ સાથે તેમને પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીને ટેગ કરીને પોતાની પત્નીનું હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાની ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી રવિન્દ્ર જાડેજાનો આભાર માનતાં થેન્ક્યૂ લખ્યું છે.
રવિન્દ્ર જાડેજાનો પુરો પરિવાર હાલમાં સક્રિય રાજનીતિમાં આવ્યો છે. રવિન્દ્રની પત્ની રિવાબા જાડેજા માર્ચ મહિનામાં બીજેપીમાં જોડાયા હતા. રિવાબા બાદ રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન રાજનીતિના મેદાનમાં ઉતર્યાં છે અને તેમને કોંગ્રેસનો હાથ થામ્યો છે.
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધ સિંહ અને બહેન નયના જાડેજાએ ગત 14 એપ્રિલના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. બન્નેએ જામનગર જિલ્લાના કાલાવાડમાં કોંગ્રેસની એક રેલી દરમિયાન આ નિર્ણય લીધો હતો. આ રીતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની બીજેપીમાં અને પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા છે, જ્યારે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનું ઘર રાજનીતિનો અખાડો બની ગયું છે.