નવી દિલ્હીઃ આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટિએ સોમવારે મુંબઈ ખાતે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં પસંદગી કરેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. આ ટીમમાં બેક અપ વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં સ્થાન મળવા પર આઈપીએલમાં વ્યસ્ત દિનેશ કાર્તિકે આ નિર્ણને સપનું સાચું પડવા જેવો ગણાવ્યો હતો.
કાર્તિકે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની વેબસાઈટને કહ્યું, હું ખૂબ જ ઉત્સાહિત છું, ઘણાં સમયથી હું વર્લ્ડ કપનો ભાગ બનવા માગતો હતો, હવે મારા માટે આ સપનું સાચું પડવા જેવું છે. તેની સાથે કાર્તિકે કહ્યું કે, ટીમ તરીકે અમે કેટલીક ખાસ વસ્તું કરી છે, હું ખુદ પણ તેનો ભાગ રહ્યો. હું દિલથી આ ટીમનો ભાગ બનવા માગું છું.
World Cupમાં સ્થાન મળવા પર દિનેશ કાર્તિકે શું કહ્યું, જાણો વિગતે
abpasmita.in
Updated at:
16 Apr 2019 10:03 AM (IST)
આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -