અમદાવાદઃ ગુજરાતમાં 58 વર્ષ બાદ મળેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની (CWC) બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યાં હતા. બેઠકમાં કોંગ્રેસે હાલની કેન્દ્રની મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.


સોનિયા, રાહુલ અને મનમોહન સિંહે મોદી સરકારની નીતિને લઇને લોકો પરેશાન હોવાની વાત કહી, લોકો પરેશાન થઇ ચૂક્યા છે. ઉપરાંત બેઠકમાં મોદી સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી, સાથે સાથે ગઠબંધનને લઇને સ્પીચ આપી હતી.

આજે ગુજરાતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસે આજે ગુજરાતના આંગણેથી લોકસભા ચૂંટણીનુ રણશિંગૂ ફૂક્યુ અને એનડીએ સરકારને ઉખાડી ફેંકવા માટે આહવાન કર્યુ હતુ. ગાંધી આશ્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કાર્યકરોની વચ્ચે ઉપસ્થિત રહ્યાં હતા. મહાત્મા ગાંધીને યાદ કર્યો અને સરદાર સ્મારક ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અહીં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં આ બેઠક શરૂ થઇ હતી. દેશભરના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા. શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે પહોંચ્યાં હતાં. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તથા પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, અહમદ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યો, હાર્દિક પટેલની સાથે પાસના કન્વીનર નિખિલ સવાણી અને બ્રિજેશ પટેલ પણ તેની સાથે હાજર રહ્યા હતા. આજે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવવાનો છે.



રાહુલે પોતાના ચપ્પલ બાજુમા મુક્યા અને પછી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી




આજે ગુજરાતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક યોજાઇ રહી છે. કોંગ્રેસ આજે ગુજરાતના આંગણેથી લોકસભા ચૂંટણીનુ રણશિંગૂ ફૂંકશે. ગાંધી આશ્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કાર્યકરોની વચ્ચે ઉપસ્થિત છે. મહાત્મા ગાંધીને યાદ કર્યો અને સરદાર સ્મારક ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અહીં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.



હાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ તેમજ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા છે. આ તમામ વિશેષ બસમાં બેસીને ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તમામે ગાંધીજીની તકતીને સૂતરની આંટી પહેરાવી હતી.

58 વર્ષ પછી ગુજરાતમાં બીજી વાર 12મી માર્ચના દાંડીકૂચ દિવસ આ બેઠક મળી રહી છે. ત્યારે આ બેઠકને લઈને કોંગ્રેસમાં ભારે ઉત્સાહ છે. આ બેઠકથી કોંગ્રેસ લોકસભાની ચૂંટણીનું રણશિંગ ફૂંકવા જઈ રહ્યું છે, ત્યારે ગઈ કાલ સાંજથી જ કોંગ્રેસના નેતાઓ ગુજરાત આવવાના શરૂ થઈ ગયા હતા.


LIVE અપડેટ
- એરપોર્ટ VVIP લોંજ ખાતે રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓ સાથે કરી બેઠક
- રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
- ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને રાજીવ સાતવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
- થોડીવારમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
- રાહુલ ગાંધીને આવકારવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા.
- પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અમદાવાદ પહોંચ્યા
- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ પહોંચ્યા
- દિનશા પટેલે લોકસભા નહીં લડવાની કરી જાહેરાત




આજે મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો.મનમોહનસિંઘ સહિત 58થી વધુ દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળશે. આ બેઠકમાં દેશની આર્થિક,રાજકીય,આંતરિક અને બાહ્ય સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠક બે કલાક ચાલશે.



આ બેઠક દરમિયાન પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાનો છે. હાર્દિક પટેલે અગાઉ તે કોંગ્રેસમાં જોડાઇને જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાનો હોવાની જાહેરાત કરી ચૂક્યો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ તે પહેલા પાટીદાર નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં વર્ષ 1961માં ભાવનગર ખાતે મળેલી CWCની બેઠક 58 વર્ષ પછી ગુજરાતમાં બીજી વાર મળી રહી છે. એકબાજુ કોંગ્રેસ ગુજરાતથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ તોડી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ઓછા થયા છે. આશાબેન પટેલ, જવાહર પટેલ, પરસોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જ્યારે ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદેથી દૂર કરાયા છે.