આજે જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી હતી તે દરમિયાન તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે રેશમા પટેલને ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી છે.
હુમલા બાદ રેશમા પટેલે જણાવ્યું હતું કે, મારી છાતી પર હાથ મારીને ભાજપના નેતા દિપક વડાલિયાએ મારી પર હુમલો કર્યો છે. ત્યાર બાદ મને ધમકી પણ આપી હતી કે અહીં પ્રચાર કરવા આવું નહીં.
વંથલી ગામમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી ત્યારે તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થતાં જ રેશમા પટેલ નીચે પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રેશમા પટેલને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.