પટનાઃ લોકસભા ચૂંટણી પરિણામ પહેલા ઇવીએમને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. મતોની ગણતરી પહેલા જ વિપક્ષી દળોના નેતાઓ ઇવીએમને લઇને અનેક પ્રકારના દાવા કરી રહ્યાં છે. વિપક્ષી દળોનું કહેવું છે કે, સ્ટ્રૉન્ગ રૂમમાં ઇવીએમ મશીન સાથે છેડછાડ કરવામાં આવી શકે છે. આ પ્રકારનો દાવો બિહારના હાજીપુરમાં કરવામા આવ્યો છે. અહીં લગભગ દોઢ કલાક સુધી વીજળી ગૂલ થવાથી અફડાતફડી મચી ગઇ હતી અને મહાગઠબંધનના કાર્યકર્તાઓએ જબરદસ્ત હંગામો મચાવ્યો હતો.

ઇવીએમને લઇને હવે ધમાસાન ચાલુ થઇ ગયુ છે ત્યારે વિપક્ષી દળ આરજેડીએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આડકતરો હુમલો કર્યો છે, અમિત શાહને તડીપાર ગણાવીને કંઇપણ કરાવી શકવાનો દાવો કર્યો છે.



ઇવીએમની બબાલ વચ્ચે આરજેડીએ એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યુ છે, આરજેડીએ લખ્યુ કે, જે તડીપાર જજને મારાવી શકે છે, પોતાના પક્ષના ઉભરતા નેતાને મરાવી શકે છે, નકલી એન્કાઉન્ટર કરાવી શકે છે, ખંડણીનો ધંધો કરાવી શકે છે તે EVM નથી બદલાવી શકતો?.. ચૂંટણી "અયોગ્ય"માં કેટલી વિશ્વસનીયતા તે બધા જાણે છે.