મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્તે આજે પોતાની બહેન અને કૉંગ્રેસના નેતા પ્રિયા દત્ત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સંજય દત્ત ચૂંટણી પ્રચારથી દૂર હતો. પ્રિયા દત્ત ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી ચૂંટણી મેદાનામાં છે.


પ્રિયા દત્તના ચૂંટણી પ્રચારમાં સંજય દત્તે રોડ શો કર્યો હતો. સંજય દત્ત બહેન પ્રિયા દત્તના ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પણ હાજર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રિયા દત્તની હાર થઈ હતી. પ્રિયા દત્ત 2005માં પિતાના નિધન બાદ પેટા ચૂંટણીમાં જીત મેળવી પ્રથમ વખત સાંસદ બન્યા હતા.

દિગ્વિજય સિંહે પૂછ્યું 15 લાખ મળ્યા? યુવકે મોદીના વખાણ કરતા મારવામાં આવ્યો ધક્કો, જુઓ વીડિયો