લોકસભા ચૂંટણી લડવાની અટકળો પર બોલીવૂડ અભિનેતા સંજય દત્તે શું આપ્યું નિવેદન, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Mar 2019 06:41 PM (IST)
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી કે બોલીવૂડ અભિનેતા સંજય દત્ત લોકસભા ચૂંટણી લડી શકે છે. આજે સંજય દત્તે ચૂંટણી લડવાની અટકળો પર વાત કરતા તેની ચૂંટણી લડવાની વાતને અફવા ગણાવી હતી. સંજય દત્તે કહ્યું, તે રાજકારણમાં નહી આવે અને આગામી લોકસભાની ચૂંટણી નહી લડે. આ સાથે જ તેણે કહ્યું, તે પોતાની બહેન અને મુંબઈની પૂર્વ સાંસદ પ્રિયા દત્તનું સમર્થન કરે છે. સંજય દત્તે ટ્વિટ કરતા લખ્યું, મારા લોકસભા ચૂંટણી લડવાની અફવા સાચી નથી. હું દેશ સાથે ઉભો છું અને મારી બહેન પ્રિયા દત્તાના પુરા સમર્થનમાં છું. બોલિવૂડની કઈ અભિનેત્રી કોંગ્રેસમાં જોડાશે અને કઈ સીટ પર ચૂંટણી લડશે? નામ જાણીને ચોંકી જશો આ જાણીતી અભિનેત્રી ભાજપમાં જોડાઈ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી.....