નવી દિલ્હીઃ પૃથ્વી શોની પ્રતિભા પર સતત ચર્ચા થઈ રહી છે અને હવે તેમાં વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનું નામ પણ જોડાઈ ગયું છે. લારાને લાગે છે કે પૃથ્વીમાં તેમને વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળે છે. સેહવાગની જેમ જ પૃથ્વી પણ બોલને કટ કરવામાં માહેર ચે અને તેના શોર્ટ-આર્મ પુલમાં બધી રીતે સેહવાગની ઝલક જોવા મળે છે.

131 ટેસ્ટ અને 299 વન-ડે રમી ચૂકેલા બ્રાયન લારાએ કહ્યું કે, પૃથ્વીની બેટિંગ સ્ટાઈલમાં મને સેહવાગની ઝલક દેખાય છે. તેની પરિપક્વતા પણ એટલી જ સારી છે.



લારાએ આગળ કહ્યું કે, મેં ગત વર્ષે ઓક્ટોબરમાં તેને વેસ્ટઈન્ડિઝ સામે રમતા જોયો છે. જે ટેસ્ટમાં પૃથ્વીએ ઘણા રન બનાવ્યા હતા. ભારતીય મેદાનોમાં યુવા ખેલાડીઓને સારું પ્રદર્શન કરતા જોવામાં સારું લાગે છે. પૃથ્વી 19 વર્ષનો છે પણ બે આઈપીએલમાં રમી ચૂક્યો છે. તે પહેલાંથી જ સિનિયર ખેલાડી બની ચૂક્યો છે. પૃથ્વીએ ગત વર્ષે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણા ડેબ્યૂ મેચમાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ સદી ફટકારી હતી. વૃથ્વી બે ટેસ્ટમાં અત્યાર સુધી 118.5ના સ્ટ્રાઈક રેટ સાથે 237 રન બનાવી ચૂક્યો છે.