વારાણસીઃ 19 મે લોકસભાના છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે, આમાં પીએમ મોદીથી લઇને અનેક દિગ્ગજોની કિસ્મત દાંવ પર લાગશે. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ વારાણસીમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
વારાણસીમાં છેલ્લા તબક્કામાં મતદાન છે અને આ પહેલા કાશીમાં પ્રિયંકા ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યુ. વારાણસીમા લંકા સ્થિત માલવીય પ્રતિમા પર માલ્યાર્પણ કરીને પ્રિયંકાએ રૉડ શૉ શરુ કર્યો આ દરમિયાન તેમના સાથે વારાણસીના કોંગ્રેસ ઉમેદવાર અજય રાય અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ હાજર રહ્યાં હતાં.
રૉડ શૉમાં કાશીમાં ભારે જનસમૂહ ઉમટી પડ્યો. પ્રિયંકાએ રસ્તાંઓ પર ઉભા રહેલા લોકોને હાથ મિલાવીને અભિવાદન કર્યુ હતુ.
રૉડ શૉમાં પાંચ વર્ષનું જનતાનું દર્દ બતાવતી ઝાંખીઓ પણ સામેલ રહી. રૉડ શૉમાં સામેલ થવા મોટી સંખ્યામાં યુવા વાજતે ગાજતે પહોંચ્યા હતા.
વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ
abpasmita.in
Updated at:
16 May 2019 10:17 AM (IST)
કાશીમાં પ્રિયંકા ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યુ. વારાણસીમા લંકા સ્થિત માલવીય પ્રતિમા પર માલ્યાર્પણ કરીને પ્રિયંકાએ રૉડ શૉ શરુ કર્યો આ દરમિયાન તેમના સાથે વારાણસીના કોંગ્રેસ ઉમેદવાર અજય રાય અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ હાજર રહ્યાં હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -