નવી દિલ્હીઃ દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જુતુ ફેંકવામાં આવ્યુ છે. ભૂપેન્દ્ર યાદવ અને જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં હતા, આ દરમિયાન એક શખ્સે તેમના ઉપર જુતુ ફેંક્યુ હતું. જુતુ ફેંકનારા શખ્સનું નામ ડૉક્ટર શક્તિ ભાર્ગવ હોવાનું બહાર આવ્યું છે, જે કાનપુરનો રહેવાસી છે. શક્તિ ભાર્ગવને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ઘટનાસ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો.


શક્તિ ભાર્ગવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાને વ્હિસલ બ્લૉઅર ગણાવે છે. જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો ઉલ્લેલ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન થઇ રહ્યો હતો, તે દરમિયાન શક્તિએ જુતુ ફેંક્યુ હતુ. તે પત્રકારોની પહેલી હરોળમાં બેઠેલો હતો.



હાલમાં, શક્તિ ભાર્ગવને દિલ્હીમાં આઇપી એક્સ્ટેન્શન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે મોદી સરકારની કામગીરીથી નાખુશ હતો.