નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, જો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમત નહી મળે તો પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નાયડુ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી વડાપ્રધાન પદના પ્રમુખ દાવેદાર છે.


પવારે કહ્યું કે, વડાપ્રધાન બન્યા અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. મારા મતે એનડીએને બહુમત મળે તેવી સંભાવના ઓછી છે. એવી સ્થિતિમાં મમતા બેનર્જી, નાયડૂ અને માયાવતી વડાપ્રધાન માટે સારો વિકલ્પ છે. પવારે કહ્યું કે, રાહુલ ગાંધીએ અનેક અવસર પર કહ્યું છે કે તે વડાપ્રધાન પદના દાવેદારોમાં સામેલ નથી. નોંધનીય છે કે એક સપ્તાહ અગાઉ જ્યારે નાયડૂ અને પવાર મુંબઇમાં હતા ત્યારે ટીડીપી ચીફે કહ્યુ હતું કે, તે પીએમ પદ તરફ નથી જોઇ રહ્યા. તેમનું મુખ્ય લક્ષ્ય લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું છે.

આ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન પવારે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં અનેક ગણો ઘટાડો થશે. પવારના મતે ભાજપની 10 બેઠકો ઓછી થશે. એનડીએને બહુમત મળવો મુશ્કેલ છે. આપણે વડાપ્રધાન પદ માટે નવા વિકલ્પો પર વિચાર કરવો પડશે.