નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસેક મેન્સ વનડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બની છે. 31 વર્ષીય ક્લેયરે આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 2ની ફાઇનલમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી.


ક્લેયરે 15 મહિલા વનડે મેચમાં અમ્પાયરિંગ કરી પોતાની પ્રતિભા દર્શાવી ચૂકી છે. તેમણે નવેમ્બર 2016માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચમાંથી આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ કેરિયરની શરૂઆત કરી હતી.



આઈસીસીની મહિલા વર્લ્ડકપ 2017ની ચાર મેચોમાં અમ્પાયરિંગ કરનારી ક્લેયરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2018માં રમાયેલી ટી 20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં પણ અમ્પાયર હતી.


પુરુષ વનડેની અમ્પાયર બનતા ક્લેયરે કહ્યું કે, 'મેન્સ વન-ડેમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બનીને હું ખૂબજ ઉત્સાહિત છું. મેં અમ્પાયર તરીકે ઘણો લાંબો રસ્તો કાપ્યો છે. કોઈ કારણ નથી કે મહિલાઓ ક્રિકેટમાં અમ્પાયરિંગ ન કરી શકે. તેથી મહિલા અમ્પાયર્સને પ્રોત્સાહિત કરવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં વધુને વધુ મહિલા અમ્પાયર તરીકે ફરજ નિભાવે.'