ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ કહ્યું, રાહુલ ગાંધી આજ-કાલ પાકિસ્તાનના પોસ્ટર બોય બની ગયા છે
abpasmita.in | 15 Oct 2019 09:06 PM (IST)
તેમણે કહ્યું કે, હરિયાણામાં અનેક શહજાદે છે પરંતુ આપણા દેશના શહજાદે રાહુલ ગાંધી પહેલા ભારતના પોસ્ટર બોય હતા, આજકાલ પાકિસ્તાનના પોસ્ટર બની ગયા છે. તેમના નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પરથી કરે છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે તે ભાષા પાકિસ્તાન પણ બોલે છે.
ચંદીગઢઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શાઝિયા ઈલ્મીએ મંગળવારે પત્રકારો સાથે વાત કરી હતી અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હરિયાણામાં અનેક શહજાદે છે પરંતુ આપણા દેશના શહજાદે રાહુલ ગાંધી પહેલા ભારતના પોસ્ટર બોય હતા, આજકાલ પાકિસ્તાનના પોસ્ટર બની ગયા છે. તેમના નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પરથી કરે છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે તે ભાષા પાકિસ્તાન પણ બોલે છે. યુએનએચઆરસી જેવી વૈશ્વિક સંસ્થામાં તેમના ભારત વિરોધી નિવેદનોને પાકિસ્તાન દસ્તાવેજના રૂપમાં પ્રસ્તુત કરે છે. રાહુલ ગાંધી અને તેમના તમામ ઉમેદવારોએ સ્પષ્ટ કરવું જોઈએ તે તેઓ કલમ 379ના સમર્થનમાં છે કે વિરોધમાં. શાઝિયાએ એમ પણ કહ્યું કે, રાહુલે તેની રેલી માટે નૂંહની જ કેમ પસંદગી કરી, તે બધા જાણે છે. પરંતુ તેમણે જે કહેવું છે સ્પષ્ટ કહે. શાઝિયા ઈલ્મીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું દેવા માફીની વાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરી પરંતુ કંઈ ન થયું. હરિયાણામાં પણ આવા જ દેવા માફીના વાત કરવામાં આવી રહી છે. આવી વાતો કરીને ખેડૂતોની મજાક ઉડાડવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ST કર્મચારીઓને આપી દિવાળી ભેટ, પગારમાં કર્યો તોતિંગ વધારો, જાણો વિગત બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું......... અયોધ્યા મામલે આવતીકાલે સુનાવણી પૂરી થવાની આશા, CJIએ આપ્યો સંકેત