નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, STના સિનિયર અધિકારી વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 16,800થી વધારીને 40,000 કરવામાં આવ્યો છે. જ્યારે જૂનિયર અધિકારી વર્ગ 2નો પગાર 14,800થી વધારીને 38,000 કરવામાં આવ્યો છે. સુપરવાઇઝર વર્ગ 3નો પગાર 14,500 રૂપિયાથી વધારીને 21,000 કરવામાં આવ્યો છે.
ડ્રાઈવર-કન્ડક્ટરનો પગાર 11 હજારથી વધારી 18000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ 4ના કર્મચારીનો પગાર 9 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવ્યો છે. નવો વધારો આજથી જ લાગુ થશે. આ સિવાય એસટી વિભાગમાં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓનો પગાર પણ વધારવામાં આવ્યો છે.
પગાર વધારાના કારણે એસ ટી નિગમ ઉપર દર વર્ષે 94 કરોડનું ભારણ પડશે.