તેઓએ કહ્યું કે, જો આપણી પાસે રાફેલ ફાઈટર વિમાન હોત તો બાલાકોટમાં અંદર ઘૂસીને હુમલો કરવાની જરૂર પડતી નહીં, આપણે ભારતમાં બેઠા બેઠા બાલાકોટમાં હુમલો કરી શકતા હતા. રાજનાથસિંહ કહ્યું કે યુદ્ધ વિમાન માત્ર આત્મરક્ષા માટે છે ના કે આક્રમણ માટે.
શસ્ત્રપૂજાને લઈને થયેલા વિવાદ પર રાજનાથ સિંહે કહ્યું, મે રાફેલ વિમાન પર ૐ લખ્યું. એક નારિયેળ વધાર્યું, ૐ ક્યારેય ખતમ નહીં થનારા બ્રહ્માંડને દર્શાવે છે. રાજનાથસિંહે કહ્યું કે, તેઓએ પોતાના ધર્મઅનુંસાર આચરણ કર્યું. ઇસાઈ, મુસ્લિમ, શીખ જેવા અન્ય સમુદાયો વિભિન્ન શબ્દો સાથે પૂજા કરે છે. જ્યારે તેઓ શસ્ત્ર પૂજા કરી રહ્યાં હતા ત્યારે ઇસાઈ, મુસ્લિમ, શીખ, બૌધ જેવા સમુદાયોના લોકો પણ કાર્યક્રમમાં હાજર હતા.