ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાનનો એક વીડિયો સામે આવ્યો છે. ચૂંટણી સભા માટે સાંજે 5 વાગ્યા પછી શિવરાજ સિંહ ચૌહાનના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન આપવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને તેમણે સભામાં કલેક્ટરને પિટ્ઠુ ગણાવ્યા હતા.


શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે, બંગાળમાં મમતા દીદી ઉતરવા નથી દેતી, મમતા દીદી બાદ હવે કમલનાથ દાદા... એ પિટ્ઠુ કલેકટર સાંભળી લે, અમારા પણ દિવસો ઝડપથી આવશે, ત્યારે તારું શું થશે ? આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.


છિંદવાડાના કલેક્ટર શ્રીનિવાસ શર્માએ કહ્યું કે, ભેદભાવનો આરોપ પાયાવિહોણા છે. નાગરિક ઉડ્ડયન વિભાગના નિર્દેશ મુજબ સવારે 10 કલાકથી સાંજે 5 સુધી જ હેલિકોપ્ટરને ઉડાનની મંજૂરી છે. જેનું તમામે પાલન કરવાનું હોય છે.

PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી

MP ભાજપ પ્રમુખે કહ્યું- આતંકવાદ તો ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે...