મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીની જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરી છે. શિવેસેનાના મુખપત્ર સામનામાં એક્ટિઝ પોલ અંગે વાત કરતા દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આગેવાનીમાં ફરી એક વખત સરકાર બનશે.
આ વખતે મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સાથે મળી મહારાષ્ટ્રની 48 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ ગઠબંધનમા શિવસેના 23 અને ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. શિવેસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે તેમણે ખૂબ મહેનત કરી છે. કૉંગ્રેસ એક મજબૂત વિપક્ષી પાર્ટી તરીકે સફળ થશે.
સામનામાં રાહુલ અને પ્રિયંકાની મહેનતની પ્રશંસા કરવામાં આવી છે પરંતુ કૉંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું છે. 2014માં રાહુલ ગાંધી એટલી બેઠકો જીતવામાં સફળ નહોતા રહ્યા કે નેતા વિપક્ષનું પદ લઈ શકે. આ વખતે લોકસભામાં નેતા વિપક્ષ કૉંગ્રેસના હશે. આ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સફળતા હશે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ 23 મેના પરિણામ આવશે. રવિવારે આવેલા તમામ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળવાની સંભાવના બતાવવામાં આવી છે.વર્ષ 2014માં ભાજપે 282 બેઠકો પર જીત મેળવી હતી. કૉંગ્રેસે માત્ર 44 બેઠકો પર જીત મેળવી હતી.
પરિણામ પહેલા શિવસેનાએ રાહુલ-પ્રિયંકાની કરી પ્રશંસા, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2019 06:27 PM (IST)
મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીની જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -