જોફ્રા આર્ચરને વર્લ્ડકપ ટીમ માટે સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે. જોફ્રાને લેફ્ટ આર્મ સ્પિનર ડેવિડ વિલીના સ્થાને ટીમમાં સામેલ કરાયો છે.
24 વર્ષીય આ કેરેબિયન પ્લેયર મૂળભૂત રીતે વેસ્ટઇન્ડિઝના બાર્બાડોઝનો રહેવાસી છે. બાર્બાડોઝમાં જન્મેલા આ ખેલાડીએ સૌપ્રથમ વેસ્ટઇન્ડિઝ માટે ક્રિકેટ રમી. 2013માં આર્ચરે વેસ્ટ ઇન્ડિઝની અંડર-19 ટીમમાં છેલ્લી વાર ક્રિકેટ મેચ રમી હતી. ત્યારબાદ તે ઇંગ્લેન્ડની ડૉમેસ્ટિક મેચો રમવા લાગ્યો, બાદમાં તેને ઇંગ્લેન્ડની નેશનલ ટીમમાં સ્થાન મળ્યુ હતું.
ઇંગ્લેન્ડની નેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે નિયમ પ્રમાણે અન્ય દેશના ખેલાડીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઇંગ્લેન્ડની ડૉમેસ્ટિક ક્રિકેટ ટીમમાં રમવુ અનિવાર્ય છે. જે આર્ચરે સફળતાથી પુરી કર્યો છે, જેના કારણે જોફ્રા આર્ચરને ઇંગ્લેન્ડની વર્લ્ડકપ ટીમમાં સામેલ કરાયો છે.