મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને શિવસેનાએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. શિવસેનાની પ્રથમ યાદીમાં 21 ઉમેદવારોના નામ છે. ભાજપ અને શિવસેના વચ્ચે થોડા દિવસો પહેલા જ કોર કમિટીની બેઠક મળી હતી, ત્યારબાદ ઉમેદવારોના નામ પર સહમતિ બની છે.


દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, દક્ષિણ -મધ્ય મુંબઈથી રાહુલ શેવાલે, ઉત્તરપશ્ચિમ મુંબઈથી ગજાનન કીર્તિકર, થાણેથી રાજ વિચારે, કલ્યાણથી શ્રીકાંત શિદે, રાયગઢથી અનંત ગિતે અને રત્નાગિરી-સિંધુદુર્ગથી વિનાયક રાઉતને ટિકિટ મળી છે. કોલ્હાપુરથી સંજય મંડલિક, હાતકણગલેથી ઘૈર્યશિલ માને, નાસિકથી હેમંત ગોડસ અને શિરડીથી સદાશિવ લોખંડેને શિવસેનાએ ઉમેદવાર બનાવ્યા છે.

ઉસ્માનાબાદથી ઓમરોબ નિંબાલકર, શિરૂર લોકસભા બેઠક પરથી શિવાજીરવા આઢલરાવ પાટીલ, ઔરંગાબાદથી ચંદ્રકાંત ખેરે, યવતમાલ-વાશિમથી ભાવના ગવલી અને બુલઢાણાથી પ્રતાપરાવ જાઘવ, હિંગોલીથી હેમંત પાટીલને ટિકિટ મળી છે.

બસપાએ ઉત્તરપ્રદેશની 11 લોકસભા બેઠકોના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાતના એક મહિના પહેલા જ ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું છે. બંને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી લીધી હતી પરંતુ હવે બેઠકોની વહેચણી કરી રહી છે. ગઠબંધન સમયે લોકસભા માટે 25-23 ફોમ્યૂર્લા નક્કી કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે. ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે.