અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ લખનઉમાં કર્યો રોડ શો, માતા પૂનમ સિન્હા માટે માગ્યા મત
abpasmita.in | 03 May 2019 07:33 PM (IST)
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીના ગઠબંધન ઉમેદવાર પૂનમ સિન્હા માટે દિકરી સોનાક્ષી સિન્હાએ લખનઉમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં બસમાં પૂનમ સિન્હા સાથે દિકરી સોનાક્ષી સિન્હા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ પણ જોવા મળ્યા હતા.
લખનઉ: સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીના ગઠબંધન ઉમેદવાર પૂનમ સિન્હા માટે દિકરી સોનાક્ષી સિન્હાએ લખનઉમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં બસમાં પૂનમ સિન્હા સાથે દિકરી સોનાક્ષી સિન્હા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ પણ જોવા મળ્યા હતા. લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલી શત્રુઘ્ન સિન્હા હાલમાં જ કૉંગ્રેસમાં સામેલ થયા છે. તેમને કૉંગ્રેસે પટના સાહિબ બેઠક પરથી ટિકિટ આપી છે. આ પ્રથમ વખત છે કે એક અભિનેત્રી તરીકે સોનાક્ષી સિન્હાએ રોડ શો કર્યો હોય. શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર છે. પૂનમ સિન્હા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિન્હાના પત્ની અને લખનઉથી એસપી ઉમેદવાર પૂનમ સિંહા સૌથી ધનિક ઉમેદવાર છે. પૂનમ સિંહાએ 193 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને તે પાંચમા તબક્કાના મતદાનના સૌથી ધનિક ઉમેદવાર છે. લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં કોણ છે સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો