આરજેડી નેતાએ આ બાબતે ગઇ 8મી માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બીએસપી પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ પત્ર લખ્યો હતો, આ અપીલને તેમને પોતાના ટ્વીટર પર પણ શેર કર્યો હતો.
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને પક્ષ અને વિપક્ષ એકબીજા સામે બાંયો ચઢાવી રહ્યાં છે. યુપીએ અને એનડીએના ગઠબંધન વાળા પક્ષો પોતાના મુદ્દાઓને લઇને લોકોની વચ્ચે જઇ રહ્યાં છે, ત્યારે આવી અપીલ દરેક પાર્ટી કરી રહી છે.