ટ્વીટર, વૉટ્સએપ અને ફેસબુક પર ફેક ન્યૂઝનો પ્રસાર એક મોટી સમસ્યા છે. સરકારે આ સોશ્યલ મીડિયા કંપનીઓને સૂચના આપી છે કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ મંચોના કોઇપણ પ્રકારના દુરપયોગને સહી લેવામાં નહીં આવે.
એપ્રિલની શરૂઆતમાં થયેલા એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 30 દિવસોમાં બે માંથી એક વ્યક્તિને ડિજીટલ મંચ દ્વારા નકલી સમચારો મળ્યા હતા.