મુંબઇઃ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે બીજેપી અને શિવસેના જો એકબીજા સાથે લડતા રહ્યાં અને એકસાથે નહીં આવે, તો બન્ને પાર્ટીઓ દેશની દુશ્મન બની જતી. શિવસેનાએ લોકસભા ઉમેદવાર રાજન વિચારે માટે વૉટની અપલી કરતાં થાણે જિલ્લમાં એક રેલીને સંબોધિત કરી, અહીં ઠાકરેએ કહ્યું કે, હાલની સરકારે સીમા અને જવાનોને મજબૂત કરી અને તેમને પુછ્યુ કે વિપક્ષ કેમ સર્જિકલ અને હવાઇ હૂમલા પર સવાલો કરી રહ્યું છે. ઠાકેરએ કહ્યું ‘‘જો અમે (બીજેપી-શિવસેના) લડતા રહ્યાં તો અમે આપણા દેશના દુશ્મન બની જતા.’’


રાજદ્રોહ કાયદો હટાવવાના કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની નિંદા કરતાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, આવા લોકોને ચૂંટણી ના લડવા દેવી જોઇએ.



શિવસેના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે મુંબઇના સમીપ કલ્યાણમાં એક રેલીને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે, વિપક્ષ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ સંગઠનને બહાર કરવામાં મંડ્યુ છે. તેમને કહ્યું કે, ‘‘જો કોઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધીમાં સામેલ છે તેમને છોડવો ના જોઇએ. તેને ફાંસી પર લટકાવી દેવો જોઇએ.’’