રવિશંકર પ્રસાદે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અમે રાહુલ ગાંધીનું બિઝનેસ મોડલ દેખી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ 2004ના પોતાના ચૂંટણી એફેડેવિટમાં કહ્યું હતું કે, તેમનીપાસે 55,83,123 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ સંપત્તિ કેવી રીતે વધીને 2009માં 2 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. 2014માં આ સંપત્તિ વધીને 9 કરોડ રૂપિયા થઇ ગઇ છે. રાહુલ ગાંધીનું આ બિઝનેસ મોડલ શું છે. પ્રસાદે સવાલ કર્યો હતો કે એક સાંસદની સંપત્તિ આટલા વર્ષોમાં આટલી બધી કેવી રીતે વધી શકે છે.
પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા પાસે 4.69 એકરનું ફાર્મ હાઉસ હતું જેને દિલ્હી ફાઇનાન્સિયલ ટેકનોલોજી ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યું હતુ. નેશનલ સ્પોર્ટ એક્સચેન્જે દિલ્હી ફાઇનાન્સિયલ ટેકનોલોજી ઓફ ઇન્ડિયાને નોટિસ આપી છે.