ગાંધીનગરઃ આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે સાથે ઉંઝા સહિત પાંચ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ડો.આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે ફરીથી યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ચાર આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.



ઉંઝા બેઠક પર જયપ્રકાશ પટેલ, નરેન્દ્ર કાનજીભાઈ પટેલ, ભવલેશ પટેલ અને અરવિંદ પટેલે કોંગ્રેસમાંથી દાવેદારી કરી છે. જયપ્રકાશ પટેલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને વિધાનસભા લડી ચુક્યા છે. તો નરેન્દ્ર કાનજીભાઈ પટેલ ભાજપના નેતા નારણ લલ્લુના ભત્રીજા છે. ભવલેશ પટેલ SPGમાંથી આવે છે. આ ઉપરાંત અરવિંદ પટેલ ઉર્ફે ભુરાભાઈએ પણ કોંગ્રેસ પાસે ટિકીટ માંગી છે.



નોંધનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ડો. આશા પટેલ નારણ પટેલ સામે કોંગ્રેસની ટિકીટ પરથી જીત્યા હતા. જોકે, તેમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હાલ, તેઓ ભાજપમાં છે.