આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના એક કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર મારવામાં આવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.
ગોવાઃ રાત્રે 2 કલાકે નવા CM પ્રમોદ સાવંતે લીધા શપથ, બે ડેપ્યૂટી CM પણ બન્યા
abpasmita.in
Updated at:
19 Mar 2019 07:25 AM (IST)
NEXT
PREV
ગોવાઃ ગોવામાં દિવંગત સીએમ મનોહર પર્રિકર બાદ ભાજપને પ્રમોદ સાવંતને રાજ્યના નવા સીએમ બનાવ્યા છે. રાત્રે બે કલાકે પ્રમોદ સાવંતે મુખ્યમંત્રીના શપથ લીધા. પ્રમોદ સાવંત મનોહર પર્રિકરના વિશ્વસનીય અને આરએસએસના નજીકના છે. આ પહેલા તે ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા, સંકેલિમ સીટથી ધારાસભ્ય પ્રમોદ સાવંત પણ પોતાની સાદગી માટે જાણીતા છે. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદિન ધાવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજાઈ સરદેસાઇ સહિતના નેતાઓએ પણ રાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા છે. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના એક કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર મારવામાં આવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.
આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના એક કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર મારવામાં આવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -