નવી દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર નક્સલી હુમલો થયો છે. સીઆરપીએફ જવાનો પર સોમવારે થયેલા આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે પાંચ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. નક્સલીઓએ IED વિસ્ફોટ બાદ સીઆરપીએફ જવાનો પર ફાયરિંગ કર્યું હતું. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં બે જવાનોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ કહ્યું કે, સીઆરપીએફની 231મી બટાલિયન પોલીસ યુનિટ સાથે અરાનપુર ક્ષેત્રમાં સુરક્ષા ડ્યુટી પર નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં આઇઇડી વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. નક્સલીઓએ વિસ્ફોટ બાદ જવાનો પર ફાયરિંગ કર્યું હતું.