નિરહુઆ અને રવિ કિશનને લઇ યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, કહ્યું- મુંબઈથી તેમને જબરદસ્તીથી પકડીને લઇ આવ્યા છીએ કારણકે.....
abpasmita.in | 24 Apr 2019 04:11 PM (IST)
યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે બે ભોજપુરી કલાકારોને ચૂંટણી લડાવી રહ્યા છીએ. એકને આઝમગઢથી અને બીજાને ગોરખપુરથી. મુંબઈથી તેમને પકડીને લાવ્યા છીએ.
લખનઉઃ ભોજપુરીના બે જાણીતા કલાકારો રવિ કિશન અને દિનેશ લાલ યાદવ ઉર્ફે ‘નિરહુઆ’ને ભાજપે ઉત્તરપ્રદેશમાંથી લોકસભા ચૂંટણીના ઉમેદવારો બનાવ્યા છે. જેને લઇ ચંદૌલીમાં એક ચૂંટણી સભામાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે બે ભોજપુરી કલાકારોને ચૂંટણી લડાવી રહ્યા છીએ. એકને આઝમગઢથી અને બીજાને ગોરખપુરથી. મુંબઈથી તેમને પકડીને લાવ્યા છીએ. જબરસ્તીથી લઇને આવ્યા છીએ કે પૂર્વ યુપી માટે પણ કંઇક કરો. જ્યારે આ કલાકારો સાંસદ બનશે તો પૂર્વ યુપીમાં પણ ફિલ્મ સિટી બની શકે છે. ભાજપે પૂર્વાંચલની બે મુખ્ યસીટો આઝમગઢ અને ગોરખપુરથી આ બંને ભોજપુરી કલાકારોને મેદાનમાં ઉતાર્યા છે. નિરહુઆ અને રવિકિશન બંનેએ તેમની સીટ પર મોટા અંતરતી વિજય મેળવવાનો દાવો કર્યો છે. વિરાટે એક્ટિંગમાં અનુષ્કાને ટક્કર આપવાની કરી તૈયારી, જુઓ વીડિયો