લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ભાજપના એક નેતાએ તેના દીકરા સાથેનો સંબંધ કાપી દીધો છે. આ પાછળનું કારણ લોકસભા ચૂંટણી છે. કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાના પુત્રને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. ભાજપ નેતાએ કહ્યું કે, તેના પરિવારમાં રાજકીય મતભેદોનો ફાયદો ઉઠાવવા આવ્યો છે. કોંગ્રેસે શનિવારે ગૌતમબુદ્ધ નગર લોકસભા સીટથી ભાજપ એમએલસી જયવીર સિંહના પુત્ર અરવિંદ કુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે આ સીટ પર હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી, જયારે સપા-બસપા ગઠબંધને સતવીર નાગરને ટિકિટ ફાળવી છે. થોડા દિવસો પહેલા જયવીર સિંહે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે મારી પત્ની રાજકુમારી ચૌહાન, ત્રણ પુત્ર અને એક ભત્રીજો ભાજપ પ્રત્યે વફાદાર છીએ અને પાર્ટી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.

માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............

એમએલસી જયવીર સિંહે કહ્યું કે, મારા દીકરા અરવિંદ કુમાર સિંહે બે વર્ષ પહેલા લગ્ન બાદ અલગ વિચારધારા વ્યક્ત કરવાની શરૂ કરી હતી અને પરિવારથી અલગ રહેવા લાગ્યો હતો. હું 2017માં ભાજપાં સામેલ થયો ત્યારે પણ અરવિંદે ભાજપનો વિરોધ કર્યો હતો. હવે મે તેની સાથેના તમામ સામાજિક અને રાજકીય સંબંધ ખતમ કરી દીધા છે.

જયવીર સિંહે કહ્યું કે,  મારા પરિવારમાં રાજકીય મતભેદોનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસે આ વ્યૂહાત્મક પગલું લીધું અને રાજકીય કાવતરું રચ્યું છે. જયવીરની પત્ની રાજકુમારી ચૌહાન 2009થી 2014 સુધી બસપામાંથી અલીગઢથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે.

પોરબંદરથી કોંગ્રેસની ટિકીટ મળ્યાની દાવેદારી કર્યા પછી લલિત વસોયાએ લીધી મોઢવાડિયાની મુલાકાત, જુઓ વીડિયો