નવી દિલ્હીઃ સમજૌતા બ્લાસ્ટ કેસ મામલે અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી દેવામાં આવ્યાં છે.

દિલ્હી-લાહોર સમજૌતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી, 2007ના રોજ હરિયાણાના પાનીપત નજીક બે બોંબ ધડાકા થયા હતા. જેમાં 70 લોકોના મોત થયાં હતા. મૃતકોમાં મોટાભાગના પાકિસ્તાનના હતા. આ કેસની ઘણા લાંબા સમયથી સુનાવણી ચાલતી હતી. આજે કોર્ટે ફેંસલો સંભળાવ્યો અને ચારેય આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા.


અસીમાનંદની 19 ફેબ્રુઆરી, 2010ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારથી ધરપકડ કરવામાં આવી હતી.


ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ સામે કોને નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ? જુઓ વીડિયો