પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને હોળીની શુભેચ્છા આપી અને ચોકીદારોને કહ્યું તેઓ સજાગ રહેશે તો ભ્રષ્ટાચાર પર લગામ લાગશે, ગરીબી ખત્મ ન થાય ત્યાં સુધી ચોકીદાર આરામથી નહી બેસે, આજે ચોકીદાર શબ્દ દેશભક્તિનો પર્યાય બની ગયો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશમાં સૌથી પહેલાં ચોકીદારીનું કામ કરનાર, સરહદ પર કામ કરનાર, પોલીસના જવાનોની માફી માંગુ છું. કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અનાપ શનાપ બોલવાનું શરૂ કર્યું છે, તેમણે દરેક ચોકીદારને ચોર કહી દીધા.
પીએમ મોદીએ કહ્યું, આપણે નિષ્ઠાપૂર્વક આપણી જવાદારી નિભાવવાની છે. આજે આખો દેશ ચોકીદાર હોવાની શપથ લઈ રહ્યાં છે. ઇમાનદારીથી કામ કરવાનો પર્યાય થઈ રહ્યો છે. આ નામદારોની આદત છે, કામદારો પ્રત્યે નફરત ફેલાવવી. કામદાર કઈ પણ કરે, વડાપ્રધાન પણ બની જાય તો પણ આ લોકો આવી રીતે જ અપમાનિત કરશે.