નવી દિલ્હી: આરએલએસપી નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી ઉપેંદ્ર કુશવાહાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સમર્થકોને કહ્યું તમે પોતાના હથિયારોની સાથે ઈવીએમને લૂંટતા બચાવવાની કોશિશ કરો. તેમણે કહ્યું ઘણી જગ્યાએથી રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ઈવીએમ મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું ઈવીએમને બચાવવા માટે હથિયાર પણ ઉઠાવવું પડે તો ઉઠાવો.


કુશવાહાએ કહ્યું, રિપોર્ટ્સ આવ્યા છે કે ઈવીએમથી લોડ ગાડી પકડવામાં આવી છે. જે અધિકારીઓ તેના પર હતા તેમની પાસે કોઈ જવાબ નહોતો. આ પ્રકારની ઘટના બની રહી છે તો લોકોમાં શંકા સ્વાભાવિક છે. જેના કારણે જનતામાં આક્રોશ થઈ રહ્યો છે. આ આક્રોશને સંભાળાવાની જવાબદારી રાજ્ય સરકાર, પ્રશાસન અને ભારત સરકાર ઉપર છે.

મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ લોકોને હિંસક અપીલ કરી હતી. કુશવાહાએ એક્ઝિટ પોલને ફગાવતા સ્પષ્ટ કહ્યું હતું કે પહેલા બૂથ લૂટ અને હવે રિઝલ્ટ લૂટની તૈયારી ચાલી રહી છે. જો રિઝલ્ટ લૂટની ઘટના બની તો મહાગઠબંધનના નેતાઓને આગ્રહ છે કે હથિયાર પણ ઉઠાવવા પડે તો ઉઠાવી લો.