આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતમાં સૌથી વધુ મતદાન દાહોદ જિલ્લામાં થયું છે. 1 વાગ્યા સુધી સરેરાશ 46.78 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે. બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 30.97 ટકા મતદાન થયું છે.


આજે ગુજરાતની 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ મતદાન 40 ટકા જેટલું થયું છે. ત્યારે ગુજરાતના મોટા ભાગની સીટો પર 42 ટકા જેટલું થયું છે. જોકે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન થયું છે.