નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર એકબીજા પર આક્ષેપ પ્રતિ-આક્ષેપો કરી રહ્યા છે. બારડોલીમાં ભાજપના નેતા ગણપત વસાવાએ કોંગ્રેસને આડે હાથ લેતાં આકરાં પ્રહારો કર્યા હતાં. જેમાં ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી.



બારડોલીમાં એક કાર્યક્રમમાં ગણપત વસાવાએ રાહુલ ગાંધીને લઈને આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ગણપત વસાવાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ 500 ગ્રામ ઝેર પીવડાવો. ઝેર પીવડાવ્યા બાદ જીવે તો આપણે શંકર ભગવાન માની લઈશું. આ નિવેદનથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રોષ ભરાયા છે.



આ નિવેદન પર હોબાળો થતાં જાણવા મળી રહ્યું છે કે, અગાઉ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના રાહુલ ગાંધીને લઈને અનેક કોમેન્ટો થઈ હતી. એક કોમેન્ટમાં રાહુલ ગાંધી શિવ અવતાર હોવાની વાત થઇ હતી, જેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારબાદ ગણપત વસાવાએ આ પોસ્ટના માધ્યમથી બારડોલીમાં આ નિવેદન આપ્યું હોવાની વાત જણાવી હતી.



કોંગ્રેસે આ નિવેદન બાદ હોબાળો થતાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના અહેવાલના માધ્યમથી મેં આ નિવેદન આપ્યું હતું. આ મારું કોઈ અંગત નિવેદન નથી. હું તો જનતા સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટની વાત કરતો હતો. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં શિવ અવતારને લઈને વાયરલ થઈ રહેલી પોસ્ટમાં એક યૂઝર્સે પોતાનું નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપી દો, ચૂંટણી સુધી સમય કાઢી નાખે તો હમેં માની લઇશું.