વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતાં. મોદી બાદ બીજા નંબરે સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે રાજનાથ સિંહે બીજા નંબરે શપથ લીધા હતાં. ત્યાર બાદ ત્રીજા નંબરે અમિત શાહે શપથ ગ્રહણ કર્યાં હતાં.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરે શપથ ગ્રહણ કરતાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ બીજા ક્રમે જ રહેશે. અગાઉ મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં રાજનાથ સિંહ જ કેબિનેટની બેઠકોની અધ્યક્ષતા કરતા હતાં.
રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે અને અટલ બિહારી વાજપેયી સરકારમાં પહેલા ભૂસ્તર પરિવહન અને ત્યાર બાદ કૃષિ મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.